Maha Ashtami 2023: આ વર્ષે નવરાત્રિની મહા અષ્ટમી પર બની રહ્યો છે દૂર્લભ યોગ
Maha Ashtami 2023: શક્તિની ઉપાસનાના નવ પવિત્ર દિવસો, જેને નવરાત્રિ કહેવામાં આવે છે તેમાં અષ્ટમીને સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. અષ્ટમીને મહાષ્ટમી પણ કહેવાય છે. આ દિવસે લોકો કન્યાઓની પૂજા કરે છે.
આ દિવસે માતાની પૂજા કરવાથી શત્રુ પર વિજય મેળવવાની શક્તિ મળે છે. જીવનમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે, ઘરમાં શુભતા આવે છે અને ભક્ત રોગોથી મુક્ત રહે છે. દુર્ગા સપ્તશતીમાં પણ અષ્ટમીનું મહત્વ જણાવવામાં આવ્યું છે.

અષ્ટમી પોતાનામાં જ ખૂબ શક્તિશાળી છે, વળી, આ વર્ષે આઠમે ઘણા સુવર્ણ યોગો રચાઈ રહ્યા છે, આ વખતની અષ્ટમી કોઈ સામાન્ય અષ્ટમી નથી. આવો જાણીએ તે દૂર્લભ યોગ વિશે.
શારદીય નવરાત્રિ મહાઅષ્ટમી 2023 અષ્ટમી તિથિ 22 ઓક્ટોબરે સાંજે 07:58 સુધી રહેશે અને આ સમયે માતા દેવીની પૂજા કરવી વધુ સારું રહેશે. 15મી ઓક્ટોબરથી 23મી ઓક્ટોબર સુધી ચાલનારી શારદીય નવરાત્રીના અષ્ટમીના દિવસે એક દુર્લભ ભદ્રવાસ યોગ રચાઈ રહ્યો છે. ભદ્રવાસ યોગનો અર્થ એ છે કે આ સમયે ભદ્રા પાતાળ લોકમાં જાય છે. જ્યારે ભદ્રા પાતાળલોકમાં જતી રહે છે, ત્યારે પૃથ્વી પરના જીવોનુ કલ્યાણ થાય છે. અષ્ટમીના દિવસે ભદ્રા પાતાળલોકમાં નિવાસ કરશે અને આ સમયે દેવી દુર્ગાની પૂજા કરવાથી અનેક ગણું વધારે ફળ મળે છે.
આ સિવાય કરણ યોગ પણ બની રહ્યો છે જે ખૂબ જ શુભ છે. રવિ યોગ પણ બની રહ્યો છે જે સાધકો માટે ખૂબ જ શુભ છે. સૌથી મહત્વપૂર્ણ યોગ સર્વાર્થ સિદ્ધિ યોગ છે. આ યોગ પણ અષ્ટમીના દિવસે બની રહ્યો છે. તેથી આ વખતની અષ્ટમી ખૂબ જ પ્રબળ છે અને ભક્તોએ તેનો અવશ્ય લાભ લેવો જોઈએ.
નોંધ: આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. વનઈન્ડિયા લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કૃપા કરીને કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
