Mahashivratri 2023 : મહાશિવરાત્રી પહેલા ભોળાનાથની મળશે કૃપા, આ રીતે મળશે સંકેત
Mahashivratri 2023 : હિંદુ ધર્મમાં, ભગવાન શિવને તમામ દેવતાઓથી શ્રેષ્ઠ ગણાવવામાં આવ્યા છે, તેથી તેમને 'દેવોના દેવ મહાદેવ' ની ઉપાધી પણ આપવામાં આવી છે.
Mahashivratri 2023 : હિન્દુ ધર્મમાં ભગવાન શિવને દેવોના દેવ મહાદેવ ગણવામાં આવે છે. ભગવાન શિવના ઘણા નામો છે. જેમ કે, ભોળાનાથ, શંકર, શંભું, વિશ્વનાથ, કાલ ભૈરવ, દીનાનાથ, ત્રિલોકી વગરે. તમામ દેવતાઓમાં તેમને સૌથી ભોળા માનવામાં આવે છે. કારણ કે તેઓ સૌથી સરળતાથી પ્રસન્ન થઇ જાય છે.
જેથી તેમને ભોળાનાથ પણ કહેવામાં આવે છે. શિવભક્તોનો સૌથી મોટો તહેવાર એટલે મહાશિવરાત્રી નજીક આવી રહ્યો છે. જે કારણે શિવભક્તોમાં હાલ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મહાદેવની કૃપા હોય તો કોઇ તમારી સામે નહીં ટકે
શાસ્ત્રોના નિષ્ણાતો જણાવે છે કે, જેમના પર મહાદેવની કૃપા હોય છે, તેમને દુનિયાની કોઇપણ શક્તિ હરાવી શકતી નથી. આ સાથે તેમનીસામે કોઈ અડચણ ટકી પણ શકતી નથી. એટલે જ કહેવાય છે કે, અકાલ મૃત્યુ મે ક્યું ડરુ, જબ ભક્ત હું મે મહાકાલ કા.

ભગવાન શિવના આશીર્વાદથી તમારા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે
આ વર્ષે 18 ફેબ્રુઆરી 2023 ના રોજ, મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર સમગ્ર દેશમાં ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શિવ તેમનાભક્તો પર વિશેષ આશીર્વાદ આપે છે.
ઉલ્લેખનીય છે કે, જો તમને મહાશિવરાત્રી પહેલા આવા સંકેતો મળી રહ્યા છે, તો સમજી લો કે,ભગવાન શિવની કૃપા તમારા પર વરસવા જઈ રહી છે.
ભગવાન શિવના આશીર્વાદથી તમારા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશેઅને તમારા પરિવારમાં સુખ-શાંતિ આવશે. આ સિવાય પરિવાર સફળતાની નવી ઊંચાઈઓને આંબશો.

શિવલિંગ પર દૂધનો અભિષેક
જો તમારા સપનામાં શિવલિંગ પર દૂધનો અભિષેક થતો જોવા મળે, તો સમજી લેવું કે, ભગવાન શિવ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે. આ સાથેજલ્દી જ તમારા પર ભગવાન ભોળાનાથ કૃપા વરસાવવાના છે.

બિલિપત્ર દેખાય
ભગવાન શિવને બિલપત્ર ખૂબ જ પસંદ છે. જો તમે તમારા સપનામાં બિલિનું ઝાડ અથવા બિલિપત્ર જુઓ છો, તો સમજી લો કે, ભગવાનશિવ તમારા પર ભરપૂર આશીર્વાદ વરસાવવાના છે. આ સાથે તમારા જીવનમાં સુખનું ઘોડાપૂર આવવાનું છે.

રૂદ્રાક્ષની માળા દેખાય
શાસ્ત્રોમાં ભગવાન શિવ રુદ્રાક્ષ ધારણ કરવાતા હોવાનું વર્ણન કરવામાં આવ્યું છે. જો મહાશિવરાત્રિ પહેલા તમે તમારા સપનામાં તમારીરૂદ્રાક્ષની માળા જુઓ તો જાણી લો કે, તમારા જીવનમાં સમૃદ્ધિ આવવાની છે. આ સાથે તમારી બધી પરેશાનીઓ દૂર થવાની છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
